રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતે એક મહત્વનું નિવેદન આપ્યુ છે.તેમણે કહ્યું છે કે જે શક્તિઓ સમાજને વિભાજિત કરી રહી છે તે માત્ર દેશને જ નહીં પરંતુ વિશ્વને પણ નુકસાન પહોંચાડી રહી છે.તેમને સમજવું અને તેમની સાથે મક્કમતાથી લડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.આવી શક્તિઓને સુધારવા માટે સૌએ સાથે મળીને એક થઈને આગળ વધવું પડશે.
સરસંઘચાલક ભાગવત રવિવારે નામધારી ભાઈની સાહિબ ખાતે સતગુરુ પ્રતાપ સિંહ અને માતા ભૂપિંદર કૌરની યાદમાં આયોજિત સ્મારક સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.આ પ્રસંગે નામધારી સમુદાયના વડા સદગુરુદેવ ઉદયસિંહ અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પણ મંચ પર હાજર હતા.
ડો.ભાગવતે કહ્યું કે ભારતે આખી દુનિયાને નવો રસ્તો બતાવવો છે,તેમના મતે આપણા જૂના મૂલ્યો અને સનાતનની ઝલક તેમાં જોવા મળશે.વિશ્વના ઘણા દેશો ભારત તરફ જોઈ રહ્યા છે.ભારતીયો પોતાની પરંપરા,સંસ્કૃતિ અને વારસા સાથે આગળ વધી રહ્યા છે.નામધારી સમાજ અને તેના આગેવાનોના વખાણ અને તેમના યોગદાનની ચર્ચા કરતાં તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં તેમણે કહ્યું કે,સતગુરુના બતાવેલા માર્ગ અને તેમની પ્રેરણા પર ચાલીને જ દેશને આગળ લઈ જવાનો છે.