લાંબા વિરામ બાદ આવેલા વરસાદને લઈ ખેડૂતોની આશાા જીવંત બની હતી પરંતુ બે દિવસ ફરી વરસાદે વિરામ લેતા કેટલાક વિસ્તારોમાં વરસાદ ન થતા ખેડૂતો નિરાશ થયા છે.કૃષિ પાકમાં પાણીની ખેંચ ઉભી થઈ છે તેમા પણ વરસાદ આધારીત એટલે કે બિન પિયત કપાસ વગેરે જેવા પાકો મુરઝાઈ રહ્યા છે.તે વચ્ચે ફરી એકવાર ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે.
આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.હવામાન વિભાગ અનુસાર આજે આ વિસ્તારમા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ આજે દક્ષિણ ગુજરાતનાવલસાડ,નવસારી,ડાંગ અને સુરતમાં વરસાદની શક્યતા છે.જ્યારે 13 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે સુરત,નવસારી,નર્મદા,વલસાડ,તાપી,દમણ,દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી તેમજ ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે.
તો 14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી, છોટાઉદેપુર,નર્મદા,ડાંગ,વલસાડ,તાપી,દમણ, દાદરાનગર હવેલી,ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.