બે-ત્રણ દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદની શક્યતા જોવાઈ રહી છે.જેમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે.જેમાં 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે.અંબાલાલ પટેલ અનુસાર પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.તેને લઈ રાજ્યની કેટલીક નદીઓમાં હળવું પૂર આવી શકે છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.તો 22 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે.