ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું,કે “મારા મતવિસ્તારની બાજુમાં નાલંદા યુનિવર્સિટી છે જેની તસવીર રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રિભોજનમાં મૂકવામાં આવી હતી અને તે બતાવ્યું હતું કે ભારતની જ્ઞાન પરંપરા શું છે.
બખ્તિયાર ખિલજીએ તેને બાળી નાખ્યું હતું અને બખ્તિયારપુરનું નામ બખ્તિયાર ખિલજીના નામ પરથી રાખવામાં આવ્યું છે જેમણે ત્યાં હુમલો કર્યો હતો.તેનું નામ બદલવામાં નીતિશ કુમારનો ટેકો જરૂરી છે પરંતુ તેઓ વોટ બેંક માટે આવું પણ નહીં કરે.”
આ ઉપરાંત રવિશંર પ્રસાદે જણાવ્યુ કે સનાતનનો વિરોધ આ કહેવાતા ઘમંડી ગઠબંધનનો ઠરાવ છે.ઉદ્ધવ ઠાકરે કહે છે કે ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન થશે તો ગોધરા જેવો નરસંહાર થશે.તેનો અર્થ શું છે? આવી વાતો સ્વર્ગસ્થ બાળા સાહેબ ઠાકરેના પુત્ર કહી રહ્યા છે,જેમણે રામ મંદિર આંદોલનમાં દેશમાં નવી ઊંચાઈ અને હિંમત બતાવી હતી.