હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં નહિવત વરસાદ રહેશે.આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદના વધુ એક ધમાકેદાર રાઉન્ડની હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં 16 થી 22 સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા.