ડાયમંડ નગરી તરીકે જાણીતા સુરત શહેરમાં આજે ઈન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે.અને હીરા તેમજ જ્વેલર્સ સાથે સંકળાયેલા ગૃહોની શાખાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.મળી રહેલી માહિતી મુજબ સુરત શહેરમાં ડાયમંડ તેમજ જ્વેલર્સ માટે જાણીતા પાર્થ ગૃપ,અક્ષર ગૃપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સના મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે.આ ત્રણેય ગૃહોના 35 જેટલા સ્થળોએ સર્ચ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પણ જાણવા મળ્યુ છે.તો વળી સુરતના દરોડા ઓપરેશનના સંદર્ભમાં રાજકોટમાં બે જગ્યાએ સર્વે હાથ ધરવામા આવ્યુ છે.આ કાર્યવાહીમાં ઇન્કમટેક્સના 100 થી પણ વધુ અધિકારીઓ દરોડા જોડાયા છે.ત્યારે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.