સુરત શહેરમાં આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સુરતમાં ઇન્કમટેક્સ વિભાગના 100 જેટલા અધિકારીઓની ટીમો દ્વારા જવેલર્સના ત્રણ ગ્રૂપના 35 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.એક સાથે 35 સ્થળો પર તપાસ ઘમઘમાટ શરૂ કરતા શહેરના જવેલર્સ,બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે.