ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામીણ વિસ્તારમાં વિવિધ સરકારી સેવાઓ-યોજનાઓના લાભ નાગરિકોના ઘર સુધી પહોંચાડવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે,તેમ ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.આણંદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 31 માર્ચ 2023ની સ્થિતિએ સેવા સેતુ કાર્યક્રમના કુલ 8 તબક્કામાં આવેલી તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ એટલે કે 99.8ટકા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો છે.
ઋષિકેશ પટેલે જણાવ્યુ કે વિધાનસભા ગૃહમાં પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ દ્વારા પુછાયેલા પ્રશ્ન અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે,માર્ચ 2023માં છેલ્લા એક વર્ષમાં આણંદ જિલ્લામાં સેવા સેતુ અંતર્ગત આઠમા તબક્કામાં 56 કાર્યક્રમો યોજાયા હતા,જેમાં 56 સેવાઓ આવરી લેવામાં આવી હતી.આ કાર્યક્રમ હેઠળ ગ્રામીણ વિસ્તારમાંથી 2.28 લાખ અરજીઓ પૈકી તમામ અરજીઓનો એટલે કે,100 ટકા અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે તેમ,ગૃહમાં જણાવ્યુ હતું.