આજે 14 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય હિન્દી દિવસ છે.ત્યારે દેશભરની શાળાઓ,કોલેજો અને સરકારી કાર્યાલયોમાં હિન્દી દિવસ મનાવવામાં આવે છે.હિન્દીને રાષ્ટ્રીય અસ્મિતા અને ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે.
ધર્મો અને રાજ્યોને જોડતી ભાષા તરીકે હિન્દીને માનવામાં આવે છે.વર્ષ 1949માં ભારતની બંધારણ સભા દ્વારા હિન્દીને સત્તાવાર ભાષાનાં રૂપમાં સ્વીકારવાને લીધે 14 સપ્ટેમ્બરનો દિવસ હિન્દી દિવસ તરીકે ઊજવવામાં આવે છે.ભારતનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસનાં રૂપમાં મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.નોંધનિય છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝે હિન્દી ભાષા માટે કહ્યુ હતુ કે ” देश के सबसे बडे भू भागमे बोली जाने वाली हिन्दी ही राष्ट्रभाषा की अधिकारीणी है ” એટલે કે દેશના મોટા ભાગના વિસ્તારના લોકો જે ભાષાનો બોલચાલની ભાષા તરીકે ઉપયોગ કરે છે.તે હિન્દી ભાષા જ રાષ્ટ્રભાષા માટે અધિકારી છે.પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ આજે પણ હિન્દી આપણી રાષ્ટ્રભાષા બની શકી નથી.જોકે હિન્દીને રાજભાષા તરીકે સ્વીકૃતી મળી છે.