રાજ્યમા નવા વાહન ખરીદવા માંગતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.જેમાં નંબર પ્લેટ માટે હવે તેમને RTO કચેરીના ધક્કા ખાવમાંથી મુકતિ મળશે,જી હા હવે તમે જો નવુ વાહન ખરીદો છો તો તે વાહન તમને નંબર પ્લેટ સાથે શો રૂમમાંથી જ મળશે.એટલે કે તમારે નંબર માટે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે તે ચિંતા શો રૂમના સંચાલકો કરશે,રાજ્ય સરકારે વાહન શો રૂમ સંચાલકોને નિર્દેશ કર્યો છે.કે ગુજરાતમાં નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે.નવા નિયમ પ્રમાણે,હવેથી શોરૂમમાંથી વાહન ખરીદતા જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે.નંબર પ્લેટ લાગ્યા બાદ જ વાહન શોરૂમમાંથી બહાર નીકળી શકશે.હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલર્સે જ કરવાની રહેશે.તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાંથી જ કરવામાં આવશે જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.જેના કારણે હવે વાહનચાલકોને RTO ના ધક્કામાંથી મુક્તિ મળશે.