ગુજરાતમાં વિવિધ આયોજનો લોક સમસ્યા અને તેના નિરાકરણ સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી તેના યોગ્ય ઉકેલ કરવા મંથન કરવા માટે રાજ્ય સરકાર દર અઠવાડીયે એટલે કે દર બુધવારે કેબિનેટ બેઠક યોજે છે.જોકે ગત રોજ રાષ્ટ્રપતિજીનો કાર્યક્રમ હોવાથી આ વખતે બુધવારના રોજ કેબિનેટ બેઠક મળી શકી ન હતી તે આજે ગુરૂવારના રોજ મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમા વિવિધ મુદ્દે ચર્ચા – સમિક્ષા કરી તે અંગે ઠોસ નિર્ણય કરવામાં આવશે.તો આગામી સમયમા યોજાનાર વાયબ્રન્ટ સમિટ,વરસાદની સ્થિતિ,જળ સંગ્રહ સહિતના મુદ્દે ચર્ચા થવા સંભવ છે.આ બેઠકમા રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.