ગરમ ખીણ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગાઢ જંગલમાં મોડી રાત સુધી ભીષણ અથડામણ ચાલુ રહી હતી.સેના-આતંકવાદી અથડામણમાં સેનાના બે જવાન ઘાયલ.આ ઉપરાંત વધુ એક જવાન લાપતા છે.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે આતંકવાદીઓના ગોળીબારમાં સેનાના કર્નલ,એક મેજર અને જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીએસપીના મોત બાદ ઓપરેશનને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું હતું.જો કે,ગુરુવારે સવારથી સંયુક્ત દળોએ કોકરનાગના ગાઢ જંગલમાં આતંકવાદીઓ વિરૂદ્ધ જોરદાર ઓપરેશન શરૂ કર્યું હતું. જેમા બે જવાનો ઘાયલ થયા હતા.સેનાનું ઓપરેશન હજુ પણ યથાવત છે.સેનાના વરિષ્ઠ અધિકારીઓ અનુસાર જ્યાં સુધી આતંકવાદીઓનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી આ ઓપરેશન ચાલુ રહેશે.