મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 15 થી 17 સપ્ટેમ્બર-2023 દરમિયાન યોજાઈ રહેલા એગ્રી એશિયા અને ડેરી લાઈવસ્ટોક એન્ડ પોલ્ટ્રી એક્સ્પોના 12માં સંસ્કરણનો પ્રારંભ કરાવ્યો હતો.એગ્રીકલ્ચર ટેકનોલોજી સેક્ટરમાં એશિયામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત આ પ્રદર્શનમાં ભારત અને અન્ય વિદેશી રાષ્ટ્રોના કુલ મળીને 172 એક્ઝીબિટર્સ સહભાગી થયા છે.કૃષિ ક્ષેત્રે અદ્યતન અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે ધરતી પુત્રો માટે માર્ગદર્શક બની રહેલા આ પ્રદર્શનમાં 25 જેટલી ફોરેન બ્રાન્ડ પ્રોડક્ટ્સ પણ પ્રસ્તુત કરવામાં આવી છે.આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ, ઈફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણી સહિતના અગ્રણી નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી અને ફામર્સ એસોસિયેશનના અધ્યક્ષ ડૉ.ભરત પટેલે મુખ્યમંત્રીને પ્રદર્શનની વિગતોથી વાકેફ કર્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સ્ટોલ્સની પ્રત્યક્ષ મૂલાકાત લઈને મોડર્ન ટેકનોલોજી તેમજ પ્રોડક્ટ્સની જાણકારી મેળવવા સ્ટોલ ધારકો સાથે સંવાદ પણ કર્યો હતો.