રાજ્યમાં જળ સંગ્રહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 135 મીટરે પહોંચી છે. આજે શુક્રવારે બપોરે 3 વાગ્યે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.06 મીટરે નોંધાઈ છે.નોંધનિય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.તો વળી હાલમાં નર્મદા ડેમમાં પાણીની આવક 75,073 ક્યુસેક જોવા મળી રહી છે.છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 85,156 ક્યૂસેક નોંધાઈ છે. જો કે સામે કેનાલ હેડ પાવરહાઉસમાંથી પાણીની જાવક 13,812 ક્યૂસેક છે.પરંતુ મહત્વનું છે કે પીણીની જાવક કરતા આવક વધુ છે. ત્યારે નર્મદા ડેમ સંપૂર્ણ ભરવાથી ત્રણ મીટર બાકી છે. જે રાજ્ય માટે આનંદના સમાચાર છે.