કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યા મધુબનીના ઝાંઝરપુર ખાતે તેમણે જાહેર સભા સંબોધન કરતી કહ્યુ કે આ ભૂમિએ મધુબની પેઈન્ટિંગને માત્ર મિથિલા પ્રદેશમાં જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં વિશ્વ સમક્ષ લાવવાનું કામ કર્યું છે.
હું બિહારના લોકોનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું.થોડા દિવસો પહેલા લાલુ-નીતીશે ફતવો બહાર પાડ્યો હતો કે બિહારમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીની રજાઓ નહીં હોય,પરંતુ આ પછી જનતાએ બતાવેલા ગુસ્સાનું હું સન્માન કરું છું.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારની મુલાકાતે પહોંચ્યા હતા.
મધુબનીના ઝાંઝરપુર ખાતે તેમણે જાહેર સભા સંબોધન કરતી કહ્યુ કે આ ભૂમિએ મધુબની પેઈન્ટિંગને માત્ર મિથિલા પ્રદેશમાં જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં વિશ્વ સમક્ષ લાવવાનું કામ કર્યું છે.ગૃહમંત્રી અમિત શાહે બિહાર સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યુ કે હાલમાં અહીં લાલુ-નીતીશની સરકાર ચાલી રહી છે.બિહારમાં દરરોજ ફાયરિંગ,લૂંટ,અપહરણ,પત્રકારોની હત્યા,દલિતોની હત્યાની વાર્તાઓ વધી રહી છે.
લાલુજીએ રેલવે મંત્રી રહીને અબજોનો ભ્રષ્ટાચાર કર્યો.તેઓ યુપીએ નામ સાથે આવી શકતા નથી,તેથી તેઓએ ભારત ગઠબંધનનું નામ રાખ્યું છે.ભલે નામ બદલાય, આ એ જ લાલુ પ્રસાદ યાદવ છે જેમણે બિહારને વર્ષોથી પાછળ ધકેલી દેવાનું કામ કર્યું છે.