વોટ્સએપની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. હવે મેસેજિંગ એપએ વોટ્સએપ ચેનલ્સનું વૈશ્વિક રોલઆઉટ કર્યું છે. આ WhatsAppનું નવું પ્રસારણ ફીચર છે, જેનું નામ ચેનલ્સ છે. તે ભારત સહિત 150 દેશો માટે સત્તાવાર રીતે રોલઆઉટ કરવામાં આવ્યું છે. વોટ્સએપનું આ ફીચર ઇન્સ્ટાગ્રામની બ્રોડકાસ્ટ ચેનલ્સ જેવું છે. તેની મદદથી યુઝર્સ તેમની પસંદગીના સમાચાર અને લેટેસ્ટ અપડેટ્સ જોઈ શકશે.
વોટ્સએપ ચેનલો ચેટ કરતા અલગ હશે. આવી સ્થિતિમાં યુઝર્સને આ એપમાં અલગ-અલગ રેગ્યુલર ચેટ્સ દેખાશે અને ચેનલ્સ હેઠળ આવતા અપડેટ્સ અલગ-અલગ જોવા મળશે. ચેનલોના સંચાલકોને ઘણા ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ કરવાની તક મળશે. આમાં તેઓ ફોટો, વીડિયો, સ્ટીકર્સ અને પોલ વગેરે બનાવી શકશે. આ ઉપરાંત એડમિન અને ફોલોઅર્સને પ્રાઈવસી ટૂલ્સ પણ મળશે. WhatsAppએ ચેનલ્સ નામનું આ ફીચર લોન્ચ કર્યું છે, જે યુઝર્સને ડેડિકેટેડ ટેબ ‘અપડેટ્સ’માં જોવા મળશે. આ સાથે યુઝર્સને સર્ચ, રિએક્શન સહિત કેટલાક નવા ફીચર્સ મળશે.
યુઝર્સને એક જ જગ્યાએ સ્ટેટસ અને ચેનલ અપડેટ જોવા મળશે. નોંધનીય બાબત એ છે કે ફોનની સ્ક્રીનની ઉપર સ્ટેટસ દેખાશે. આ ફીચર વોટ્સએપ યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે અને આ અપડેટ જલ્દી જ દરેક લોકો સુધી પહોંચશે. જો તમને આ અપડેટ મળ્યું નથી, તો પ્લે સ્ટોર પર જઈને મેસેજિંગ એપને અપડેટ કરો. વોટ્સએપ ચેનલ્સના આ લેટેસ્ટ અપડેટમાં યુઝર્સને નવા એડિટિંગ ટૂલ્સ મળશે, જેની મદદથી યુઝર્સને પોસ્ટ એડિટ કરવાનો વિકલ્પ મળશે. તેનું અપડેટ પણ ટૂંક સમયમાં આવશે.