રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા ત્યારે ફરી એકવાર કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો પંચમહાલ,અરવલ્લી,વલસાડ છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો.ગીરના જંગલોમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો લાંબા વિરામ બાદ ગીરના જંગલોમાં વરસાદ વરસ્યો.શિંગોડા ડેમનો એક દરવાજો પોણો ફૂટ ખોલાયો કોડીનારના 16 ગામને એલર્ટ જાહેર કરાયો.