નર્મદા જિલ્લામાં આવેલા રાજપીપળા-દેવલીયા નેશનલ હાઈવે નં.-56 પરના જુના નર્મદા બ્રીજના એપ્રોચમાં નુકશાન થયું હોવાથી સલામતીના ભાગરૂપે આ બ્રીજ વાહનવ્યવહાર માટે બંધ કરી જુના બ્રીજ પરનો વાહનવ્યવહાર ડાબી બાજુના નવા બ્રીજ પર ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધીએ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામાની અમલવારી 17 સપ્ટેમ્બર થી 16 નવેમ્બર 2023 સુધી કરવાની રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.