ભરૂચમાં નર્મદાના જળસ્તરે ઐતિહાસિક સપાટી વટાવી છે.આજે સોમવારે વહેલી સવારે જળસ્તર 41.60 ફૂટ પર પહોંચ્યું હતુ.તેથી પાણી ભરાતા રેલવે દ્વારા અનેક ટ્રેન ડાયવર્ટ તો અનેક ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.તો બીજી તરફ સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.જેના કારણે ભરૂચ,અંકલેશ્વરમાં પૂરના પાણી ફરી વળ્યાં છે.આવા સંકટ વચ્ચે ભરૂચ-અંકલેશ્વર બ્રિજ પરથી પસાર થતી ટ્રેનને અસર થઈ છે. આ કારણે રેલવે દ્વારા અનેક ટ્રેન ડાયવર્ટ તો અનેક ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.આજના લેટેસ્ટ અપડેટ અનુસાર,15 જેટલી ટ્રેનને કેન્સલ કરવામાં આવી જ્યારે એક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે.