ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.તેમાં પણ મધ્ય ગુજરાતમાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ પડ્યો છે.ગુજરાતમાં મેઘરાજાની અવિરત સવારીને લઈ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ પડ્યા પછી સવારે છ થી આઠમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં આજે સોમવારે પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.જેમાં બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લીમાં રેડ એલર્ટ છે.તો પાટણ,મહેસાણા,ગાંધીનગર અને મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ છે.સાથે જ કચ્છ,સુરેન્દ્રનગર,અમદાવાદ,ખેડા,અને પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.ભારે વરસાદની આશંકા વચ્ચે રાજ્યના પાંચ જિલ્લામાં શાળાઓમા રજા જાહેર કરવામા આવી છે.તો વાત કરીએ નર્મદા ડેમની તો આજે સવારે 6 વાગ્યે નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે નોંધાઈ છે.