સરદાર સરોવર નર્મદા ડેમનું જળસ્તર હાલ તેની મહત્તમ સપાટી એટલે કે 138.68 મીટરે પહોંચ્યુ છે.તેના કારણે ડેમમાથી મોટા પાયે પાણી નર્મદા નદીમાં છોડવામા આવી રહ્યુ છે.
ડેમનું લેવલ જાણવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા ડેમના 23 દરવાજા ખોલીને હાલની સ્થિતિએ 18 થી 19 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.જેને લઈ રેવાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યુ છે.તેથી નીચાણવાળા વિસ્તારના અનેક ગામો ડૂબમાં ગયા છે.લગભગ 20 થી વધુ ગામોમાં નર્મદાના પાણી ફરી વળ્યા છે.તેથી NDRF તેમજ SDRFની ટીમો રેસ્કયૂ માટે ઉતારવામાં આવી છે.જેમાં નર્મદા જિલ્લામાં 2500 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.