આજથી પાંચ દિવસ માટે કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યુ છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા હતા.જ્યાં સંસદના વિશેષ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ પત્રકારોને સંબોધતા જણાવ્યુ કે ચંદ્ર મિશન ચંદ્રયાન-3ની સફળતાએ આપણો ત્રિરંગો લહેરાઈ રહ્યો છે.
શિવ શક્તિ પોઈન્ટ નવી પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે.ત્રિરંગો પોઈન્ટ આપણને ગર્વથી ભરી રહ્યું છે.તેમણે જણાવ્યુ કે G-20માં ગ્લોબલ સાઉથનો અવાજ હોવા પર ભારતને હંમેશા ગર્વ રહેશે.આફ્રિકન યુનિયનનું કાયમી સભ્યપદ અને G-20માં સર્વસંમત ઘોષણા,આ તમામ બાબતો ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે.
એ વાત સાચી છે કે સંસદનું આ સત્ર ટૂંકું છે પરંતુ સમયની દૃષ્ટિએ ઘણું મોટું છે.આ ઐતિહાસિક નિર્ણયોનું સત્ર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે હું તમામ સાંસદોને વિનંતી કરું છું કે આ એક નાનું સત્ર છે,તેમને વધુમાં વધુ સમય મળવો જોઈએ અને ઉત્સાહ અને ઉત્સાહના વાતાવરણમાં મળવું જોઈએ.તેમણે હળવા કટાક્ષ સાથે કહ્યુ કે રડવાનો ઘણો સમય છે.