ગુજરાતમાં ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સવિશેષ વરસાદ થયો હતો.તો વળી હવે સૌરાષ્ટ્રમાા પણ વરસાદ શરૂ થયો છે.
તેમાં જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ સર્જાયો અને જૂનાગઢના વિસાવદરમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.સાથે જ જૂનાગઢના મેંદરડામાં સાડા પાંચ ઈંચ તોવંથલીમાં સવા બે ઈંચ વરસાદ થયો છે.તો આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે.તેમાં મહેસાણામાં 3.5 ઈંચ સાથે જ ડીસા અને ધાનેરામાં પણ બે-બે ઈંચ વરસાદ થયો.તો વળી મોરબીના હળવદ અને ઈડરમાં બે ઈંચ વરસાદ થયો છે. સાથે જ રાજ્યના 26 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.