ગુજરાતમાં સાર્વત્રીક શ્રીકાર વરસાદથી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તેમજ નર્મદા નદીમા પાણી છોડાતા તારાજી જોવા મળે છે.રેવાના પાણી ગામડાઓમાં પાણી ફરી વળતા બેટમા ફેરવાયા હતા ત્યાં NDRF અને SDRFની મદદ લેવાઈ હતી.તો વળી આજે સવારથી 6 કલાકમાં 158 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં જૂનાગઢના વિસાવદરમાં 10 ઈંચ વરસાદ તો મેંદરડામાં સાડા 5 ઈંચ વરસાદ પડ્યો.બનાસકાંઠાના ભાભરમાં સાડા 4 ઈંચ વરસાદ,રાધનપુર,દિયોદર,મહેસાણામાં 3.75 ઈંચ વરસાદ,થરાદ,હળવદ અને ડીસામાં 3 ઈંચ વરસાદ નોંધાયો તો વળી રાજ્યના 26થી વધુ તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.
વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું અને ‘સંબંધિત કલેક્ટરો સાથે સતત સંકલનમાં’ હોવા સાથે ‘NDRF, SDRFની 10 ટુકડીઓ તહેનાત’કરીને ‘અંદાજે 11,900 લોકોને સ્થળાંતરિત કરાયા’તો 270થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયાનું જણાવ્યુ છે.