ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદની હેલી જોવા મળી રહી છે.ત્યારે આજે પણ રાજ્યમા દિવસભર વરસાદી માહોલ રહે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.ત્યારે આજે કચ્છ,જામનગર,દ્વારકા,પોરબંદરમાં હવામાન વિભાગે એલર્ટ આપ્યુ છે.તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના સંભાવના છે.રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમા હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.તો વળી આજ પછી કદાચ વરસાદનું જોર ઘટે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે.આ સાથે જ મહત્વની વાત એ છે કે આ સિઝનનો સરેરાશ 100 ટકા વરસાદ નોંધાયો છે.