ગુજરાતમાં ત્રણેક દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.અને તેથી રાજ્યભરના નદી નાળા છલકાઈ ગયા છે.તો રાજ્યમાં 100 સરેરાશ વરસાદ પણ નોંધાયો છે.આ વખતે ઉત્તર ગુજરાતમાં પણ સવિશેષ વરસાદ થયો છે.અને આ વિસ્તારોમાં પણ ડેમ ભરાયા છે.જેમાં મહેસાણાનો ધરોઇ ડેમ 93.50 ટકા ભરાયો છે.ધરોઇ ડેમમાં 5500 ક્યુસેક પાણીની આવક જોવા મળી છે.ધરોઈમાથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણી આવ્યુ છે.જેથી અમદાવાદ નજીક વાસણા બેરેજના 15 દરવાજા ખોલી પાણી છોડાયું છે.તેથી સાબરમતી નદીમા નવા નીર આવ્યી છે.તેના કારણે સુરક્ષાને ધ્યાને રાખીને ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ છે.સાબરમતી નદીની સપાટી વધતા AMCએ આ નિર્ણય કર્યો છે.