મહિલા અનામત બિલ અંગેની ચર્ચા દરમિયાન લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની વાત મુકતા મહિલા બિલને કોંગ્રેસ તરફથી સમર્થન જાહેર કર્યુ હતુ.
તેમણે જણાવ્યુ કે મારા જીવનની આ એક કરુણ ક્ષણ છે.પ્રથમ વખત મારા જીવનસાથી રાજીવ ગાંધી સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે બંધારણીય સુધારો લાવ્યા હતા.બાદમાં પી.વી.નરસિમ્હા રાવની સરકાર દરમિયાન કોંગ્રેસ દ્વારા તેને પસાર કરવામાં આવ્યુ હતો.આજે તે તેનું પરિણામ છે કે આજે દેશભરની સ્થાનિક સંસ્થાઓમાં 15 લાખ ચૂંટાયેલી મહિલા નેતાઓ છે.રાજીવ ગાંધીનું સપનું અત્યાર સુધી માત્ર અડધું જ પૂરું થયું છે,આ બિલ પાસ થવાથી તે પૂરું થશે.કોંગ્રેસ પાર્ટી આ બિલને સમર્થન આપે છે.પરંતુ મારે એક પ્રશ્ન પૂછવો છે,કે દેશની મહિલાઓ પોતાની રાજકીય જવાબદારી નિભાવવાની રાહ જોઈ રહી છે,પરંતુ હજુ કેટલા વર્ષ રાહ જોવી પડશે? કોંગ્રેસની માંગ છે કે આ બિલનો તાત્કાલિક અમલ થવો જોઈએ અને તેની સાથે જાતિની વસ્તી ગણતરી પણ થવી જોઈએ.