કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું છે.નોંધનિય છે કે લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી સાથે પસાર થયા બાદ મહિલા અનમત બિલ ઉપલા ગૃહ રાજ્યસભાના ફ્લોર પર મુકવામાં આવ્યુ છે.
રાજ્યસભામાં બિલ રજૂ કરતા કાયદામંત્રીએ જણાવ્યુ કે આજે હું જે બંધારણ સુધારણા બિલ લાવ્યો છું તેના દ્વારા કલમ 330, કલમ 332 અને કલમ 334માં એક કલમ ઉમેરવામાં આવશે.જેના દ્વારા લોકસભા અને દેશની તમામ રાજ્યોની વિધાનસભાઓમાં 1/3 બેઠકો અનામત રાખવામાં આવશે.આ એક મોટું પગલું છે.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યુ કે ગઈકાલે ભારતના સંસદીય પ્રવાસની સોનેરી ક્ષણ હતી.આ ગૃહના તમામ સભ્યો એ સોનેરી ક્ષણના હકદાર છે.ગઈકાલનો નિર્ણય અને આજે જ્યારે આપણે રાજ્યસભા પછી છેલ્લું માઈલસ્ટોન પાર કરીશું ત્યારે દેશની માતૃશક્તિનો મૂડ બદલાઈ જશે અને આત્મવિશ્વાસ વધશે.ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જતી અકલ્પનીય શક્તિ તરીકે ઉભરી આવશે તેવુ હું અનુભવું છું.