ભારત અને કેનેડા વિવાદ વચ્ચે વધુ એક મહત્વની અને સૌથી મોટા સમાચાર ભારત તરફથી સામે આવ્યા છે.આ વિવાદ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી છે.નોંધનીય છે કે,કેનેડાના PM એ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.જોકે કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો માટેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક સંદેશ પોસ્ટ કર્યો છે.જેમાં લખ્યું હતું,કે ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા સેવાઓ ગુરુવાર 21 સપ્ટેમ્બર 2023થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.આ તરફ એક ભારતીય અધિકારીએ સસ્પેન્શનની પુષ્ટિ કરી છે.