વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના મુખ્યાલય પહોંચ્યા જ્યાં મહિલા અનામત બિલ પસાર થયા બાદ ઉજવણી કરવામાં આવી રહી હતી.જ્યા ભાજપ હેડક્વાર્ટર ખાતે મહિલા મોરચાની બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યુ કે આપણા બધા માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે જે ઇતિહાસમાં નોંધવામાં આવશે અને લાંબા સમય સુધી યાદ રહેશે. આ મહિલા આરક્ષણ બિલને સમયસર પસાર કરાવવા માટે અમે પીએમ મોદીનો આભાર માનીએ છીએ.આપણે જાણીએ છીએ કે પીએમ મોદીએ મહિલા શક્તિના સશક્તિકરણ માટે ઘણાં પગલાં લીધાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે આ નિર્ણય અને આ દિવસ આવનારી ઘણી પેઢીઓ માટે ચર્ચામાં રહેશે.સંસદના બંને ગૃહોમાં પ્રચંડ બહુમતી સાથે ‘નારી શક્તિ વંદન એક્ટ’ પસાર કરવા બદલ હું સમગ્ર દેશને અભિનંદન આપું છું.
PM મોદી ઓ કહ્યુ કે આજે હું દેશની તમામ મહિલાઓને અભિનંદન આપું છું.ગઈકાલે અને આગલા દિવસે આપણે એક નવો ઈતિહાસ રચતો જોયો.આપણે ભાગ્યશાળી છીએ કે કરોડો લોકોએ અમને આ ઈતિહાસ રચવાની તક આપી છે.
મહિલા આરક્ષણ વિધેયકના માર્ગમાં વિવિધ પ્રકારના અવરોધો હતા,પરંતુ જ્યારે ઈરાદા શુદ્ધ હોય અને પ્રયાસોમાં પારદર્શિતા હોય,ત્યારે તે મુશ્કેલીઓને દૂર કરીને પરિણામ લાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હી ખાતેથી કહ્યુ કે નારી શક્તિ વંદન કાયદો એ સામાન્ય કાયદો નથી.આ નવા ભારતની નવી લોકશાહી પ્રતિબદ્ધતાની ઘોષણા છે.અમૃત કાલમાં દરેકના પ્રયાસોથી વિકસિત ભારતના નિર્માણની દિશામાં આ ખૂબ જ મોટું અને મજબૂત પગલું છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે બંને ગૃહોમાંથી નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવો એ પણ એ વાતની સાક્ષી છે કે જ્યારે સંપૂર્ણ બહુમતી સાથે સ્થિર સરકાર હોય છે ત્યારે દેશ કેવી રીતે મોટા નિર્ણયો લે છે અને મોટા સીમાચિહ્નો પાર કરે છે.આ પહેલા જ્યારે પણ આ મહિલા આરક્ષણ બિલ સંસદમાં આવ્યું,ત્યારે ધોવાણ થયું.માત્ર નામો નોંધાયા હતા પરંતુ ક્યારેય કોઈ નિષ્ઠાવાન પ્રયાસો થયા ન હતા.ગઈકાલે બધાએ મતદાન કર્યું પરંતુ તેઓ એ વાતથી પરેશાન હતા કે ‘નારી શક્તિ વંદન’ શબ્દ શા માટે લાવવામાં આવ્યો છે,શું દેશની મહિલાઓને સલામ ન કરવી જોઈએ?.આ કાયદાએ સાબિત કર્યું છે કે દેશમાં પૂર્ણ બહુમતીવાળી સરકાર છે.આગળ લેવા માટે ખૂબ જ જરૂરી છે.