પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આજે એક દેશ એક ચૂંટણી બાબતની પ્રથમ બેઠક દિલ્હી ખાતે યોજાશે.વન નેશન વન ઈલેક્શન મુદ્દે આજે શનિવારે દિલ્હીમાં હાઈલેવલ સમિતિની બેઠક થવા જઈ રહી છે.પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં આવાસ પર આગળનાં રોડમેપ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.આ બેઠકમાં 8 સદસ્યવાળી ઉચ્ચ સ્તરીય સમિતિને આપવામાં આવેલ હકોનાં આધારે આગળની કામગીરી અંગે મંથન થઈ શકે.ઉલ્લેખનિય છે કે 2જી સપ્ટેમ્બરનાં રોજ 8 સદસ્યવાળી ઉચ્ચ-સ્તરીય સમિતિ બનાવવામાં આવી હતી.જેમાં ગૃહમંત્રી અમિત શાહ,કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી,રાજ્યસભામાં પૂર્વ નેતા પ્રતિપક્ષ ગુલાબ નબી આઝાદ,નાણાપંચનાં પૂર્વ અધ્યક્ષ એન.કે.સિંહ શામેલ છે.જો કે કોંગ્રેસ નેતા અધીર રંજને પત્ર લખી સમિતિમાં જોડાવાથી ઈનકાર કર્યો હતો.