વડાપ્રધાન મોદી આજે સવારે 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023’નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ‘જસ્ટિસ ડિલિવરી સિસ્ટમમાં ઊભરતાં પડકારો’ થીમ પર ઈન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ 2023નું આયોજન કરી રહી છે.
આ ઇવેન્ટ 23-24 સપ્ટેમ્બર,2023 એમ બે દિવસ માટેઆયોજિત કરવામાં આવશે.કોન્ફરન્સનો ઉદ્દેશ્ય વિવિધ કાયદાકીય વિષયો પર અર્થપૂર્ણ સંવાદ અને ચર્ચા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે અને વિચારો અને અનુભવોની આપ-લે કરવામાં આવશે.વધુમાં,કાનૂની બાબતો પર આંતરરાષ્ટ્રીય સહકાર અને સમજ મજબૂત કરવામાં આવશે.દેશમાં પ્રથમવાર આયોજિત આ કોન્ફરન્સમાં ઉભરતા કાયદાકીય વલણો,ક્રોસ બોર્ડર લિટીગેશનના પડકારો,કાનૂની ટેકનોલોજી,પર્યાવરણીય કાયદો વગેરે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.આ કાર્યક્રમમાં વૈશ્વિક કાનૂની સમુદાયના જાણીતા ન્યાયાધીશો, કાનૂની વ્યાવસાયિકો અને નિષ્ણાતો હાજરી આપશે.