ગુજરાત સરકારે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરને કારણે ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાન માટે ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.
સહાય મેળવવા માટેની પ્રક્રિયા
- અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી.
- આવી અરજી VCE કે VLE મારફતે કરી શકાય છે.
- આ અરજી માટે કોઈ ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહીં.
- અરજી તારીખ 31 ઓક્ટોબર 2023 સુધીમાં કરવી.
- સહાય તેમજ અન્ય આનુષાંગિક ચુકવણી લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં DBTથી ચૂકવવામાં આવશે.
- આ પેકેજથી ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનની થોડી રાહત મળશે.