અમદાવાદમાં શ્રી કલ્કિ નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 25 સપ્ટેમ્બર 2023 થી 16 ઓક્ટોબર 2023 22 દિવસ સુધી સુશાસન મહિમા ” નમોત્સવ ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીના પ્રજાલક્ષી કાર્યોને બિરદાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પીએમ મોદીના શાસનકાળ દરમિયાન અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યો, નિર્ણયો દ્વારા લોકોને સૌને સુખી કરવાના તેમના સંનિષ્ઠ પ્રયાસોને સમગ્ર દેશ અને દુનિયામાં પહોંચાડવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો શુભારંભ 25 સપ્ટેમ્બર, 2023 ને સોમવારે સવારે 10 કલાકે પંડિત દિનદયાળ ઉપાદ્યાયના જન્મ દિવસ અત્યોંદય દિવસે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે કરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક ભારતવાસીના કલ્યાણ માટે અમલમાં મૂકાયેલી યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને ત્વરિત મદદ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન પ્રજાજનોના કલ્યાણ માટે અમલમાં મૂકાયેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજના થકી લોકો લાભાન્વિત થયા છે.તેઓના સ્વર્ણિમ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સુશાસન મહિમા નમોત્સવ અંતર્ગત શ્રી કલ્કિ અવતાર નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 25 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર 2023 દરમિયાન વિવિધ આયોજનો થયા છે.જેના અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી-માર્ગદર્શન અને લાગુ પડતી યોજનાનો સત્વરે લાભ મળે તે માટે જાણકારો દ્વારા સ્થળ પર જ માહિતગાર કરાશે.
“નમોત્સવ” કાર્યક્રમ દરમિયાન ચાલનારી પ્રવૃતિમાં
- મન કી બાત- ભારત કી આવાજ અંતર્ગત સમગ્ર ભારતના વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ ભાષાઓમાં પીએમ મોદીના નવ વર્ષથી ચાલતા મન કી બાત કાર્યક્રમનું અખંડ વાંચન કરીને રિલે રીડિંગ દ્વારા વર્લ્ડ રેકોર્ડ રચવાનું આયોજન છે
- સ્વર્ણિમ ભારતના નિર્માણમાં અમલમાં મૂકાયેલી વિવિધ પ્રજાલક્ષી યોજનાના 5000 લાભાર્થીઓ દ્વારા ભારતમાતાના ચરણોમાં કમળ અર્પણ
- મન કી બાત: અનેકરંગી બનતને જોડતા રેડિયો તરંગ પ્રત્યેક ભારતીયની કલ્પનાને સાકાર કરવા માટે મન કી બાત અંતર્ગત રજૂ કરેલા વિચારો આયોજનો અને પૂર્ણ થયેલા કાર્યો તથા નવી પેઢીની આશા અને અપેક્ષાઓને રજૂ કરતી અદભૂત અને અનોખી રેડિયો પ્રદર્શની
- કાર્યક્રમ દરમિયાન દરરોજ સાંજે 7 વાગ્યે ભારતમાતાની આરતી પણ કરવામાં આવશે
સુશાસન મહિમા નમોત્સવ દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રીના જીવનકાર્યને સકારાત્મક કાર્યાંજલી આપવાની સાથે સૌ સહભાગીઓ તથા મુલાકાતીઓને પ્રેરણા આપવા માટે સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો – ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, કેન્દ્ર સરકારના મંત્રી, વિવિધ રાજયોના મંત્રી, મેયરશ્રી, સંત સમાજના પ્રતિનિધિઓ, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, રાષ્ટ્રીય કક્ષાના કલાકારો, ખેલાડીઓ, સાહિત્યકારો, ફિલ્મી કલાકારો, નામાંકિત ડોક્ટર્સ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં આવનાર લોકો માટે ચા નાસ્તો અને બે ટાઈમ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.સમગ્ર કાર્યક્રમનું વિશ્વભરમાં YouTube ચેનલના માધ્યમથી લાઈવ પ્રસારીત કરવામાં આવશે. જેને લોકો www.yoytube.com/@Nmotsav આ લીંક પર લાઈવ નિહાળી શકશે અને ક્યા દિવસે ક્યા માહનુભાવો ઉપસ્થિત રહેશે તેની વધુ વિગત સત્તાવાર વેબસાઈટ https://www.namotsav.in/ પર જઈને જાણી શકાશે.
કાર્યક્રમનું સ્થળ
શ્રી કલ્કિ નિષ્કલંકી નારાયણ સત્સંગ હોલ,
તીર્થધામ-પ્રેરણાપીઠ,ઓડ-કમોડ રોડ,
તા.દસક્રોઈ,જી.કર્ણાવતી,ગુજરાત-382425
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી કલ્કિ નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ના જ્ઞાનેશ્વરદેવાચાર્યજી મહારાજ અને સમસ્ત ટ્રસ્ટીગણ દ્વારા કરવામાં આવ્યું છે.