કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ વધતી જાય છે.આ માહોલ વચ્ચે પંજાબમાં આતંકવાદને ડામવા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે NIA એ 19 ખાલિસ્તાની આતંકીઓની નવી યાદી બનાવી.ત્યારે સરકાર હવે સરકાર ખાલીસ્તાની આતંકીઓના આર્થિક સ્ત્રોતો બંધ કરવા પર કામ કરી રહી છે.
NIA એ તૈયાર કરેલ આ યાદીમાં એવા ઘણા લોકો સામેલ છે જે વિદેશમાં બેસીને ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે.નોંધનિય છે કે SFJ ચીફ ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કર્યા બાદ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદીઓની આ નવી યાદી તૈયાર કરવામાં આવી છે.
NIA અનુસાર, બ્રિટન,અમેરિકા,કેનેડા,દુબઈ,પાકિસ્તાન અને અન્ય દેશોમાં રહેતા ભાગેડુ ખાલિસ્તાનીઓની ભારતમાં મિલકતો જપ્ત થશે.આ મિલકતો UAPAની કલમ 33(5) હેઠળ જપ્ત કરાશે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદી એવા 19 ખાલિસ્તાની આતંકવાદીઓની તૈયાર કરવામાં આવી છે જેઓ વિદેશમાં રહીને ભારત વિરુદ્ધ ભારત વિરોધી પ્રચાર ચલાવી રહ્યા છે. આ યાદીમાં આ ખાલિસ્તાની આતંકવાદીઓના નામ સામેલ છે .