વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતેથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક સાથે નવ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી.આ નવ ટ્રેનોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
જેમાં રાજસ્થાન,તમિલનાડુ,તેલંગાણા,આંધ્રપ્રદેશ,કર્ણાટક,બિહાર,પશ્ચિમ બંગાળ,કેરળ,ઓડિશા, ઝારખંડ અને ગુજરાત જેવા અગિયાર રાજ્યોમાં કનેક્ટિવિટી વધારવા માટે છે.
આ પ્રસંગે કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 9 વર્ષમાં રેલવે સિસ્ટમમાં અભૂતપૂર્વ ફેરફારો કર્યા છે.આજે સ્ટેશનો સ્વચ્છ છે.નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે.દેશભરના રેલ્વે સ્ટેશનોની જૂની સિસ્ટમને બદલીને આજની અને ભવિષ્યની જરૂરિયાતો અનુસાર ફરીથી બનાવવામાં આવી રહી છે.વડાપ્રધાન મોદીએ થોડા મહિનાઓ પહેલાં અમૃત ભારત સ્ટેશનના સ્ટેશન 508 નું ભૂમિપૂજન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 9 વંદે ભારત ટ્રેનોના લોકાર્પણ સમયે જણાવ્યુ કે દેશમાં આધુનિક કનેક્ટિવિટીનો વિસ્તાર કરવાની આ અભૂતપૂર્વ તક છે.ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની આ ગતિ અને સ્કેલ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ સાથે બરાબર મેળ ખાય છે અને આજનું ભારત આ જ ઇચ્છે છે.
આજે શરૂ થયેલી ટ્રેનો પહેલા કરતા વધુ આધુનિક અને આરામદાયક છે.આ વંદે ભારત ટ્રેનો નવા ભારતની નવી ભાવના,નવા જોશ અને નવા ઉત્સાહનું પ્રતીક છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યુ કે આપણે બધા જાણીએ છીએ કે ઘણા એવા રેલ્વે સ્ટેશનો છે જેનો છેલ્લા ઘણા સમયથી વિકાસ થયો નથી.
આ સ્ટેશનોને વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે.અમૃતના સમયગાળામાં બનેલા નવા સ્ટેશનોને ‘અમૃત ભારત સ્ટેશન’ કહેવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે વંદે ભારત ટ્રેનોએ પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપ્યો છે.
જ્યાં વંદે ભારત ટ્રેન પહોંચી રહી છે ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.જેના કારણે ત્યાં રોજગારીની તકો પણ સર્જાઈ રહી છે.