ગુજરાતમાં
એક પછી એક એમ રોજ એક યુવક હાર્ટ એટેકથી મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે.કોઈ ને કોઈ જિલ્લામાંથી
રોજ આ પ્રકારના માઠા સમાચાર સામે આવે છે.જેમાં આજે જામનગરરથી એક યુવકનુ હાર્ટ એટેકથી
મૃત્યુ થયુ હોવાનું જાણવા મળ્યુ છે.જેમા ગંભીર બાાંબત એ છે કે નવરાત્રીમાં ગરબા રમવાની
પ્રેક્ટિસ કરતા કરતા આ યુવકનું મૃત્યુ થયુ છે.ત્યારે ગરબા રસિકો માટે પણ આ સાવધાની
રાખવાના સંકેત આપતો આ કિસ્સો છે.એક પછી એક યુવકો આ રીતે મૃત્યુ પામી રહ્યા છે.તે ચિંતાનો
વિષય છે.અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ કોઈ કાર્યવાહી કરે તે
આવશ્યક બન્યુ છે.જામગનરનો વિનીત કંવરિયા નામક યુવક ગરબાની પ્રેક્ટિસ કરતા અચાનક ઢળી
પડ્યો હતો.અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિનીત કુંવરિયાના અકાળે અવસાનને
લઇ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છે.