કેન્દ્રિય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ભારતમાં ફાર્મા-મેડટેક ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ અને નવીનતા અંગેની રાષ્ટ્રીય નીતિ અને ફાર્મામાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવાની યોજના શરૂ કરી,ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે આજે 26 સપ્ટેમ્બરે ફાર્માસ્યુટિકલ્સ વિભાગે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.આ કાર્યક્રમમાં કેન્દ્રિય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ અને રિન્યુએબલ એનર્જી રાજ્ય મંત્રી ભગવંત ખુબા અને નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પોલ પણ ઉપસ્થિત રહ્યા.નવી નીતિનો ઉદ્દેશ્ય પરંપરાગત દવાઓ અને ફાયટોફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો સહિત ફાર્માસ્યુટિકલ્સમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે.
ભારતમાં ફાર્મા-મેડટેક સેક્ટરમાં R&D પરની રાષ્ટ્રીય નીતિ આ ક્ષેત્રને આગામી દાયકામાં US$120-130 બિલિયન સુધી વધારવામાં મદદ કરી શકે છે,જેનાથી GDPમાં તેનું યોગદાન લગભગ 100 બેસિસ પોઈન્ટ્સ વધી શકે છે.નીતિનો ઉદ્દેશ્ય પરંપરાગત દવાઓ અને ફાયટોફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો સહિત ફાર્માસ્યુટિકલ્સમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે.
આ નીતિ ત્રણ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.સ્વદેશી રીતે વિકસિત અત્યાધુનિક ઉત્પાદનો અને તકનીકો દ્વારા આર એન્ડ ડીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતને માન્યતા આપવામાં આવી છે.આ માટે,નિયમનકારી માળખાને મજબૂત કરવા,નવીનતામાં રોકાણને પ્રોત્સાહિત કરવા અને નવીનતા માટે અનુકૂળ ઇકોસિસ્ટમ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
નીતિ નિર્માતાઓ,હેલ્થકેર ક્ષેત્રના નિષ્ણાતો,શિક્ષણવિદોના પ્રતિનિધિઓ, થિંક ટેન્ક,ઉદ્યોગ અને મીડિયા સાથે અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય ભારતના દવા અને ફાર્માસ્યુટિકલ નિકાસના વલણ, ભારતનો કેટેગરી મુજબનો નિકાસ હિસ્સો,પરિચય, નીતિની જરૂરિયાત,તેના ઉદ્દેશ્યો, ઉદ્દેશ્યોના મુખ્ય ક્ષેત્રો અને દેખરેખ અને મૂલ્યાંકન પદ્ધતિને પ્રકાશિત કરવાનો છે.