વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજગાર મેળા હેઠળ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂંક પામેલા કર્મચારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ હતુ.આ પ્રસંગે વડાપ્રધાન આ નિયુક્ત લોકોને પણ સંબોધન પણ કર્યુ હતુ.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.જોબ ફેરનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા કર્મચારીઓને લગભગ 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું.
સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે આજે સરકારી સેવાઓ માટે નિમણૂંક પત્રો મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન.તમે બધાએ સખત મહેનત પછી આ સફળતા મેળવી છે.લાખો ઉમેદવારોમાંથી તમારી પસંદગી કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ નારી શક્તિ વંદન કાયદાના રૂપમાં દેશની અડધી વસ્તીની મોટી તાકાત મળી છે.મહિલા અનામત બિલનો મુદ્દો,જે 30 વર્ષથી પેન્ડિંગ હતો,હવે બંને ગૃહો દ્વારા રેકોર્ડ મતોથી પસાર કરવામાં આવ્યો છે.દેશની નવી સંસદના પ્રથમ સત્રમાં લેવાયો આ નિર્ણય, નવી સંસદમાં દેશનું નવું ભવિષ્ય શરૂ થયું.ભારતની દીકરીઓ અવકાશથી લઈને સ્પોટ સુધી અનેક નવા રેકોર્ડ બનાવી રહી છે તેમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ.