વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સ બિલ્ડિંગ પાસે આવેલા ભગવાન શિવ મંદિરની સામે ત્રણ વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.જેમાં યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની અંદર મહાદેવ મંદિર પાસે નમાઝ અદા કરતા ત્રણ વિદ્યાર્થીઓનો વીડિયો કેપ્ચર કરવામાં આવ્યો જેણે નોંધપાત્ર ચર્ચા જગાવી છે.જાણવા મળ્યું છે કે આ વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના છે અને બી.કોમના પ્રથમ વર્ષમાં છે.
આ ઘટનાના જવાબમાં એમ.એસ.યુનિવર્સિટીના પીઆરઓ લકુલીશ ત્રિવેદીએ જાહેરાત કરી છે કે,વિદ્યાર્થીઓને બોલાવીને નિર્ણય લેવા માટે યુનિવર્સિટીની ઉચ્ચ સત્તાવાળી કમિટી બોલાવવામાં આવશે.
તો વળી આ ઘટના વિશે શિવસેનાના પ્રવક્તા દીપક પાલકરે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ટીકા કરી તેમના પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો.તેમણે સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી અને ભારપૂર્વક જણાવ્યું કે આ આવી ત્રીજી ઘટના છે.પાલકરે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન બાંયધરી પત્રના અમલીકરણની ભલામણ કરી હતી.જેમાં આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી કોલેજમાંથી તાત્કાલિક હાંકી કાઢવામાં આવશે.હાલ આ મામલે કુલપતિ દ્વારા આવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી.