દક્ષિણ એશિયાનું સૌથી ધનવાન ગામ ગુજરાતમાં આવેલું છે. તેનું નામ છે માધાપર. આ ગામના મોટાભાગના વારસદાર વિદેશમાં રહે છે. પરંતુ ત્યાંથી ખુબ જ મોટી કિંમત પોતાના ગામની બેંકને મોકલે છે. ગામમાં દરેક જગ્યાએ સમૃદ્ધિ દેખાય છે, સાથે જ ત્યાં કૃષિની પેદાશ પણ સારી એવી થાય છે. કોઈ એવી સુખ સુવિધા નથી જે આ ગામમાં ન હોય.
કચ્છનું નામ સમગ્ર વિશ્વમાં તેની વિવિધતાને કારણે પ્રચલિત છે.કચ્છની કળા,કારીગરી,કચ્છીયતની સાથે કુદરતે બક્ષેલી ખૂબીઓ-સ્થળો તેમજ સંપદાઓ તેને વિશિષ્ઠ બનાવે છે.તેની સાથે અહીંના કચ્છીમાડુની જાત મહેનત તેમજ સાહસવૃત્તિના પ્રતાપે વિશ્વમાં પોતાનું સ્થાન ધરાવે છે.આવીજ સાહસવૃત્તિના સહારે માધાપરના લોકોએ વિદેશગમનનાં બળે પોતાના ગામને દેશમાંજ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ધનવાન-શ્રીમંત ગામ બનાવ્યું છે. આ ગામનો વૈભવ શહેરાથી ઓછો નથી.
બેન્કોમાં 5000કરોડની ડિપોઝીટ ધરાવતું માધાપર ગામ સ્વચ્છતા માટે પણ જાણીતું
કચ્છના ભુજ તાલુકાના માધાપર ગામનો સમાવેશ દક્ષિણ એશિયાના સૌથી ધનિક ગામડામાં થાય છે. બેન્કોમાં 5000 કરોડની ડિપોઝીટ ધરાવતું માધાપર ગામ સ્વચ્છતા માટે પણ જાણીતું છે. માધાપરની સધૃધરતા એક ડઝન દેશના ગામોમાં રહેતાં એન.આર.આઈ. માધાપરવાસીની દેણ છે. તો, તેમના સ્વજન એવા માધાપર સૃથાનિક રહીશોનો સ્વચ્છતા માટેનો આગ્રહ ગામને અનોખું બનાવે છે. બેન્કોમા 5000 કરોડ અને પોસ્ટ ઓફિસમાં 200 કરોડની ડિપોઝીટ છે તેવા માધાપરમાં વીટીવીની ટીમે મુલાકાત લીધી.
ગામમાં મોટાભાગના લોકો વિદેશમાં વસવાટ કરે છે
અબજો રૂપિયાની ડિપોઝીટ ધરાવતાં માધાપરે ભારતીય ગામની ઓળખ જાળવી રાખી છે. આ કારણે જ વિશ્વના કોઈપણ દેશમાં રહેતા એન.આર.આઈ. એવા માધાપરવાસી માટે પોતાના માધાપરનો ગ્રામ્ય વૈભવ અવિસ્મરણીય છે. માધાપર ગામની વસ્તી 42,500ની છે. જેમાં નવાવાસ ગ્રામ પંચાયતની વસ્તી 23000 અને જુનાવાસની વસ્તી ૧૯૫૦૦ની છે. આ ગામમાં મોટાભાગના લોકો વિદેશમાં વસવાટ કરે છે. જેમાં મોટા ભાગના લેવા પટેલ સમાજ પરિવારો છે. ગામમાં 9500 પટેલ પરિવારો સાથે અન્ય સમાજના લોકો પણ વસવાટ કરે છે.
ગામની ખેતીથી પણ સારી ઉપજ મળે છે
માધાપરના વિદેશ વસવાટ કરતા પરિવારો અઢળક રૂપિયા આ ગામની બેન્કોમાં જમા કરાવે છે. આ ગામની સમૃદ્ધિ દેખાઈ આવે છે. આ ગામની ખેતીથી પણ સારી ઉપજ મળે છે. આ ગામના અડધા લોકો બ્રિટન રહે છે. ભારતના કોઈ ગામડા માટે વિદેશમાં ક્લબ બન્યો હોય તેવું ભાગ્યે જ સાંભળ્યું હશે. આ ગામના લોકોએ લંડનમાં પોતાની ક્લબ બનાવી હતી. જેની કચેરી પણ કાર્યરત છે. લંડન ખાતે 1968માં માધાપર વિલેજ એસોસિએશન નામની સંસ્થાની રચના કરવામાં આવી હતી.
ગામમાં જુદી જુદી બેન્કોની ગામમાં 17 બ્રાન્ચ છે
બ્રિટનમાં રહેતા માધાપર ગામના તમામ લોકો સામાજિક કાર્યક્રમના બહાને એકબીજાને મળતા રહે તેવા હેતુાથી ઓફિસ ખોલવામાં આવી હતી. આ ઉપરાંત ગામના લોકો સીધા લંડન સાથે જોડાયેલા રહે તે માટે ગામમાં એક ઓફિસ ખોલવામાં આવી હતી. દુનિયાભરના લોકો આ સમૃદ્ધ ગામ જોવા આવે છે. જુદી જુદી બેન્કોની ગામમાં 17 બ્રાન્ચ છે. જેમાં 5000 કરોડ જમા છે. જ્યારે પોસ્ટ ઓફિસમાં ૨૦૦ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ છે. આ ગામના લોકો લંડન, કેનેડા, અમેરિકા, કેન્યા, યુગાન્ડા, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા અને કેન્યામાં રહે છે. દરેક ઘરમાંથી બે લોકો વિદેશમાં વસવાટ કરે છે.
ગામમાંથી ઘરદીઠ એક કે બે વ્યક્તિઓ પોતાનો વ્યવસાય વિદેશમાં જ કરે છે
આ ગામમાં પણ મોટા ભાગના લોકો વિદેશમાં વસવાટ કરે છે. ગામમાંથી ઘરદીઠ એક કે બે વ્યક્તિઓ પોતાનો વ્યવસાય વિદેશમાં જ કરે છે. ત્યાં જ સ્થાયી થઈ ગયા છે. આ ગામના એક એક વ્યક્તિ દીઠ જો ગણતરી કરીએ તો 12 લાખથી વધુ રકમ બેન્ક કે પોસ્ટમાં ડિપોઝિટ હોય શકે છે. આ ગામના ઘણા લોકો યુકે, અમેરિકા અને કેનેડા રહે છે.પરંતુ તેઓ પોતાના રૂપિયા પોતાના ગામમાં જ જમા કરાવવાને પ્રાથમિકતા આપે છે. જેને કારણે આ ગામની બેંકોમાં આટલા બધા રૂપિયા જમા છે. આ ગામથી વિદેશ જઈને વસેલા લોકો ઘણા વધુ છે માધાપર ગામ રાષ્ટભક્તિ માટે પણ ખુબજ પ્રખ્યાત છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે 1971માં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અહીંની 300 મહિલાઓએ માત્ર 3 જ દિવસમાં પ્લેન માટેના રનવેનું સમારકામ કર્યું હતું. અને તેમના આ જ કૃત્યને સમ્માન આપવા અહીં એક વિરાંગના સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.