વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગજરાતના પ્રવાસે છે.તેઓ ગત રોદ સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા.જ્યા અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાર્ટીના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ,વડાપ્રધાને ખુલ્લી જીપમાં કાર્યકરોનું અભિવાદન ઝીલ્યુ હતુ.બાદમાં અમદાવાદમાં નારી શક્તિ વંદન-અભિનંદન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ જેમાં તેમણે કહ્યુ કે નારી શક્તિ વંદન એક્ટ એટલે કે વિધાનસભાથી લઈને લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ,આ છે મોદીની ગેરંટી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર મહિલાઓની ઉપેક્ષા કરવાનો આરોપ મુકતા જણાવ્યુ કે આ તમારી વધતી શક્તિનું પરિણામ છે કે નારી શક્તિ વંદન કાયદો સંસદમાં વિક્રમી મતોથી પસાર થયો.જેમણે તેને દાયકાઓ સુધી લટકાવી રાખ્યું,તેઓએ તમારા ડરને કારણે તેની તરફેણમાં મત આપવો પડ્યો.તમારી શક્તિએ જ તેમને મજબૂર કર્યા છે.તેઓએ તમામ પ્રકારના બહાના બનાવ્યા,તેઓએ મહિલાઓની શક્તિને નકારી કાઢી તેમને નબળા પાડવા માટે,તેઓએ વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા.પરંતુ જ્યારે તેમને સમજાયું કે આ સરકાર પીછેહઠ કરવાની નથી,જ્યારે તેમને લાગ્યું કે દેશની મહિલાઓ સંસદમાં શું થઈ રહ્યું છે તે જોઈ રહી છે,ત્યારે તેઓએ આ બિલની તરફેણમાં મતદાન કરવાની ફરજ પડી.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યુ કે છેલ્લા 9 વર્ષોમાં,અમે મહિલાઓના જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના સમગ્ર જીવનને સુધારવા માટે કામ કર્યું છે.આપણા દેશમાં સ્ત્રી ભ્રૂણ હત્યાથી લઈને છોકરીઓની નિરક્ષરતા સુધીના ઘણા સામાજિક કલંક હતા. અમે ‘બેટી પઢાવો, બેટી બચાવો’ અભિયાન શરૂ કર્યું… ઉદ્યોગ હોય કે રમતગમત ક્ષેત્ર, દીકરીઓ દરેક જગ્યાએ નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે… ગઈકાલે જ અમારી મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.