વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે છે.ત્યારે પ્રથમ તેઓ અમદાવાદ સ્થિત સાયન્સ સિટી પહોંચ્યા હતા.જ્યાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂરા કરવા માટે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.સા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂરા થતાં એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી તેનું નિરિક્ષણ પણ કર્યુ હતુ.
તો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનું પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે આપણે 20 વર્ષ પહેલા એક નાનું બીજ વાવ્યું હતું,આજે તે આટલું વિશાળ વટવૃક્ષ બની ગયું છે.વર્ષો પહેલા મેં કહ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત એ માત્ર બ્રાન્ડિંગનુ આયોજન નથી પરંતુ તેનાથી પણ વધુ,તે બંધનનુ આયોજન છે.આ બંધન મારી સાથે અને ગુજરાતના સાત કરોડ નાગરિકો અને તેમની ક્ષમતાઓ સાથે જોડાયેલું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યુ કે આજે મને સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ આવી રહ્યા છે.દરેક કામને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે,પહેલા લોકો તેની મજાક ઉડાવે છે,પછી વિરોધ કરે છે,બાદમાં સ્વીકારે છે.
વડાપ્રધાન મોદીએ અહીં ગુજરાતની કેટલીક ગોઝારી દુર્ઘટના અને ઘટનાઓને યાદ કરતા કહ્યુ કે 2001ના ભયાનક ભૂકંપ પહેલા પણ ગુજરાત લાંબા સમયથી દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું.ભૂકંપથી લાખો લોકો પ્રભાવિત થયા હતા.દરમિયાન,બીજી ઘટના બની,ગોધરાની હ્રદયસ્પર્શી ઘટના અને તે પછી ગુજરાતમાં હિંસાની જ્વાળાઓ ભડકી.
એ વખતે પણ જેમની પાસે એજન્ડા હતો તેઓ પોતપોતાની રીતે ઘટનાઓનું આકલન કરવામાં વ્યસ્ત હતા.ગુજરાતમાંથી યુવાનો, ઉદ્યોગપતિઓ, ઉદ્યોગો તમામ સ્થળાંતર કરશે.ગુજરાતને વિશ્વમાં બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.ગુજરાત કયારેય પોતાના પગ પર ઉભુ નહી રહી શકે તેમ જણાવ્યુ હતુ.તે કટોકટીમાં,મેં સંકલ્પ કર્યો કે સંજોગો ગમે તે હોય,હું ગુજરાતને આમાંથી બહાર કાઢીશ.