શક્તિપીઠ અંબાજી ખાતે હાલ ભાદરવી પૂર્ણિમાનો મેળો ભરાયો છે.નવરાત્રીમાં પોતાના ગામમા પધારવા માટે આદ્યશક્તિ મા અંબાને આમંત્રણ આપવા પગપાળા અંબાજી જવાની વર્ષોની પરંપરા આજે પણ યથાવત છે.ત્યારે આ મેળામાં ખાસ કરીને પગપાળા યાત્રીકો સંઘ લઈ આવી પહોંચે છે.અને અરવલ્લીની ગીરિકેદરાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠે છે.
આ વર્ષે પણ ભારવી પૂર્ણિમાના મેળામાં માનલ મહેરામણ ઉમટ્યો અને ચોથા દુવસની વાત કરીએ તો 4 દિવસમા માઈ ભક્તોએ ભંડારો છલકાવ્યો હતો.અંબાજી ખાતે કુલ 4 દિવસમા 20,34,332 યાત્રીકો આવ્યા અને ચાર દિવસમાં કુલ 1,51,081 યાત્રીકોએ ભોજન પ્રસાદ લીધો હતો.
સાથે જ 9,37,050 એટલે કે લગભગ 10 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનુ વિતરણ થયુ હતુ.તો 37,806 ચીકીનું વિતરણ થયુ હતુ.
ઉપરાંત ભંડાર,ગાદી,5000 કાઉન્ટર અને ધાર્મિક કેન્દ્ર ખાતે રૂપિયા 1,12,74,790 ની આવક થવા પામી હતી.પ્રસાદ વિતરણની વિવિઘ બેન્કોની આવક 2,31,69,021 અને એ આમ પ્રથમ દિવસે 3,44,43,811 રૂપિયાની આવક થવા પામી હતી.સુવર્ણ દાનની વાત કરીએ તો આ 4 દિવસમાં કુલ 16 ગ્રામ સોનાની આવક થઈ હતી.
મેળામાં જવા માટે કુલ 4,26,990 માઈ ભક્તોએ બસમા મુસાફરી કરી હતી.4 દિવસમાં બસની કુલ ટ્રીપો 8,086 એલુ જ નહી પણ ઉડન ખટોલા મા 28,382 મુસાફરોએ લાભ લીધો હતો.તો માઈ ભક્તોએ 1,509 ધજા મંદીર પરીસર પર માઈ ભક્તોએ ચઢાવી હતી. તો મળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 4 દિવસમાં સારવાર આપેલ દર્દીની સંખ્યા 57,657 નોંધાઈ છે.