ગુજરાતના પનોતા પુત્ર અને દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અખંડ કર્મયજ્ઞને વધાવવા કલ્કિ અવતાર શ્રીનિષ્કંલકી નારાયણ ઘામ પ્રેરણાપીઠ તરફથી એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જે સૌ કોઇની કલ્પના બહાર છે. વડાપ્રધાન મોદીના સુશાસન મહિમા વર્ણવતો આ કાર્યક્મ છે નમોત્સવ. જેમાં વડાપ્રધાનના લોકમાનીતા કાર્યક્રમ મન કી બાતનું સતત 24 કલાક વાંચન ચાલી રહ્યુ છે. આ કાર્યક્રમના બીજા દિવસે સતત મન કી બાતના વાંચનની અવિરત ધારા વહી હતી.
તીર્થધામ પ્રેરણાપીઠ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભવો તથા જાણીતા સેલિબ્રિટીઓ પણ હાજરી આપી રહ્યા છે. આ કાર્યક્મમાં સાધુ સંતોથી લઇ સેલિબ્રીટીઓ ભાગ લઇ રહ્યા છે. અને વડાપ્રધાનના લોક ઉત્થાનના ઉમદાકાર્યને બિરદાવી રહ્યા છે. કાર્યક્રમના બીજા દિવસે હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંયોજક પ.પૂ પરમાત્માનંદજી સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ મન કી બાતનું વાંચન કરી વર્લ્ડ રેકોર્ડ તરફ આગળ વધવા માટે યોગદાન આપ્યુ હતુ. તો સાથે જ ગ્લેમર વર્લ્ડના ફેમિના મિસ ઇન્ડિયા ઇસિતા સરકારે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અને નમોત્સવમાં ભાગ લઇ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
જણાવી દઈએ કે આ કાર્યક્મની શરૂઆત પ્રતિદિન ભારતમાતાની આરતી સાથે કરવામાં આવે છે. જે આ નમોત્સવની વિશેષતા છે. નમોત્સવમાં સંકલ્પથી સિદ્ધિ સુધીની સ્વર્ણિમ ગાથા રજુ કરવામાં આવી છે. તો મન કી બાતની અવિરત વહેતીધારા દેશની જનતા સાથે સીધી જોડાયેલી છે. કારણકે ભાગ્યે જ કોઇ એવો નાગરિક હશે, જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કારાયેલી યોજનાનો લાભ લીધો ન હોય…મોદી સરકારના લોકોના ઉત્થાનના કાર્ય આજે જન જન સુધી પહોંચ્યા છે. અને તેમના મન કી બાત કાર્યક્રમના 105 એપિસોડમાં વડાપ્રધાન મોદીએ એવી વાતોનો ઉલ્લેખ કર્યો છે. જેનાથી જનતા સીધી રીતે સરકાર સાથે જોડાણ અનુભવે છે.
ઉલ્લેખનીય છે કે તીર્થધામ પ્રેરણાપીઠ દ્વારા આયોજિત નમોત્સવમાં પ્રધાનમંત્રી મોદીના મન કી બાત કાર્યક્રમની અદભુત પ્રદર્શની પણ તૈયાર કરાઇ છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનકલ્યાણના કાર્ય અને વિવિધ ક્ષેત્ર જેવા કે શિક્ષણ, કૃષિ, સ્પોર્ટસ, સેનાના જવાન, છેવાડાના માનવીને પ્રોત્સિહત કરવામાં આવ્યા હોય તેવા તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. આજે નમોત્સવના બીજા દિવસે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇને આ પ્રદર્શનની નિહાળી ગર્વ અનુભવ્યો હતો.