તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિતે નમોત્સવ કાર્યક્રમનો ધામધુમથી શુભ આરંભ કરવામાં આવ્યો…..આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં સંતો મહંતો, રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી શોભામાં અભિવુદ્ધિ કરી રહ્યા છે. ત્યારે કાર્યક્રમના ત્રીજા દિવસે ભાજપ રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઇ જેબલિયા ઉપસ્થિત રહ્યા હતા. બાબુભાઇ જેબલીયાએ ભારતમાતાની આરતી કરી ભારતમાતાના ચરણ કમલમાં કમળ અર્પણ કર્યા હતા.
વડાપ્રધાનના સુશાસનની મહિમા વર્ણવતો આ નમોત્સવ કાર્યક્રમ સતત 25 સપ્ટેમબર 2023 થી લઇ 16 ઓક્ટોબર 2023 સુધી ચાલશે. આ કાર્યકર્મમાં રોજ બરોજ મોટી સંખ્યામાં મહેમાનોનું આગમન થઇ રહ્યુ છે. આ કાર્યક્રમના આજે ત્રીજા દિવસે બોલિવુડ કલાકારોએ હાજરી આપી હતી. જેમાં બોલિવુડ કલાકાર ઓમકાર કપુર અને અભિનેતા રજનીશ ડુગ્ગલ હાજર રહ્યા હતા. આ સાથે જ મહાનુભાવો રેડિયો પ્રદર્શની નિહાળી પ્રભાવિત થયા હતા. મન કી બાત કાર્યક્રમના અવિરત વાંચન સાથે રેડિયોની અદભુત પ્રદર્શની પણ તૈયાર કરાઇ છે. જેમાં વિવિધ મોડલના રેડિયો મુકવામાં આવ્યા છે. સાથે જ વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનો સાર પણ વણી લેવાયો છે. જેમાં છેલ્લા 8 વર્ષમાં મન કી બાતમાં વડાપ્રધાન દ્વારા લેવાયેલા મુદ્દાને વિગતવાર દર્શવતા બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનને નિહાળવા આવતા મહેમાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સીનીયર સિટીઝનો મન કી બાતથી માહિતગાર થઇ રહ્યા છે.
તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે ચાલી રહેલા આ નમોત્સવ કાર્યક્મમાં ત્રીજા દિવસે ઉપસ્થિત બોલિવૃડના અભિનેતાએ ભારત માતાને કમળ અર્પણ કર્યુ હતુ. અને મન કી બાત અનેક રંગી ભારતને જોડતા રેડિયો તરંગ એક અદભુત અને અનોખી રેડિયો પ્રદર્શની નિહાળી હતી. અને તેમણે આ પ્રકારનું આયોજન પ્રથમ વખત જોયુ તેમ જાણાવી ખુબ પ્રભાવિત થયા હતા.
મહત્વનુ છે કે પ્રેરણાપીઠ ખાતે ચાલી રહેલા વડાપ્રધાનના સુસાશન મહિમાના વર્ણવતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઇ રહ્યા છે. અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પથી સિદ્ધિ સુધીની સ્વર્ણિમ ગાથાથી અવગત થઇ રહ્યા છે. સાથે જ આ કાર્યક્રમ વિવિધ આકર્ષણો સાથે 16 ઓક્ટોબર 2023 સુધી ચાલશે.