ગુજરાતમાં
સ્થિત દેશની એકમાત્ર નાણાકીય સંસ્થાએ હાલમા એક નવો રેકોર્ડ હાંસલ કર્યો છે.26 સપ્ટેમ્બર,2023ના
રોજ GIFT નિફ્ટી ઇન્ડેક્સે USD
15.25 બિલિયન એટલે કે INR 1,26,930 કરોડની
સમકક્ષના ટર્નઓવર સાથે 3,86,350 કોન્ટ્રેક્ટની
સિંગલ ડે ટ્રેડિંગ પ્રવૃત્તિની સર્વકાલીન ઊંચી સપાટી નોંધી હતી.તેનો અગાઉનો રેકોર્ડ $12.98
બિલિયનની ટ્રેડિંગ પ્રવૃત્તિનો હતો,જે
29 ઓગસ્ટ, 2023ના રોજ નોંધવામાં આવ્યો હતો.
GIFT
નિફ્ટીએ 3 જુલાઈ 2023થી તેની ફુલ સ્કેલ કામગીરી શરૂ કરી છે અને
NSE IX પર GIFT
નિફ્ટીનું ટ્રેડિંગ ટર્નઓવર ફુલ-સ્કેલ કામગીરીની શરૂઆતથી સતત
વધી રહ્યું છે.ફુલ-સ્કેલ કામગીરીના પ્રથમ દિવસથી,GIFT
નિફ્ટી US$178.54 બિલિયનના
ક્યુમ્યુલેટિવ ટર્નઓવર સાથે 4.59 મિલિયન કોન્ટ્રાક્ટ્સના ક્યુમ્યુલેટિવ વોલ્યુમનું
સાક્ષી રહ્યું છે.
આ નોંધપાત્ર
સિદ્ધિ અંગે વિગત આપતા GIFT નિફ્ટીના સંગઠને એક નિવેદનમાં જણાવ્યું
કે, “અમને GIFT
નિફ્ટીની સફળતા જોઈને આનંદ થાય છે અને અમે તમામ સહભાગીઓને તેમના
જબરદસ્ત સમર્થન અને GIFT નિફ્ટીને સફળ કોન્ટ્રાક્ટ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”
મહત્વપૂર્ણ
છે કે SGX નિફ્ટી ઇન્ડેક્સનો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય બજારોના
પ્રારંભિક સંકેતોને માપવા માટે થાય છે.જુલાઈમાં આ ઈન્ડેક્સનું નામ બદલીને GIFT
નિફ્ટી કરવામાં આવ્યું હતું,કારણ
કે અગાઉ આ ઇન્ડેક્સ સિંગાપોરમાં હતો.પરંતુ જુલાઈથી તેને ગુજરાતમાં સ્થિત ગિફ્ટ સિટીના
NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ (NSE
IX)માં ખસેડવામાં આવ્યો હતો.તેથી તેનું નામ પણ બદલવામાં આવ્યું
હતું.
હવે આ
ઇન્ડેક્સના તમામ કોન્ટ્રાક્ટ્સ NSE IX પર ટ્રેડ
થાય છે,જે GIFT સિટીમાં
સ્થિત આંતરરાષ્ટ્રીય મલ્ટિ એસેટ એક્સચેન્જ છે.NSE
IX ટ્રેડિંગ માટે ઉત્પાદનોનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરે છે.આમાં
ભારતીય સિંગલ સ્ટોક ડેરિવેટિવ્ઝ,ઈન્ડેક્સ
ડેરિવેટિવ્ઝ,કરન્સી ડેરિવેટિવ્ઝ,ડિપોઝિટરી
રિસિપ્ટ્સ,કોમોડિટી ડેરિવેટિવ્ઝ અને ગ્લોબલ સ્ટોક્સ વગેરેનો સમાવેશ
થાય છે.
ઉલ્લેખનીય
છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગિફ્ટ સિટીમાં છેલ્લા કેટલાક
મહિનામાં ગિફ્ટ નિફ્ટીની સિદ્ધિઓ સહિત વિવિધ સકારાત્મક પ્રવૃત્તિઓ જોવા મળી છે. રાજ્યનો
મહત્વાકાંક્ષી કાર્યક્રમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 આગામી થોડા મહિનામાં આયોજિત
થવા જઈ રહ્યો છે,ત્યારે ગિફ્ટ સિટીમાં આવી રહેલા વિવિધ
પ્રોજેક્ટ્સ અને ગિફ્ટ નિફ્ટીના સતત વધતા આંકડા ચોક્કસપણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની
10મી આવૃત્તિ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.