સમગ્ર વિશ્વ આજે ગુજરાતના સર્વાંગી વિકાસથી સૌ કોઈ પરિચિત છે, અને તાજેતરમાં જ રાજ્યની ગૌરવ ગાથામાં વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે. કૃષિ સંબંધિત શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે અગ્રેસર આણંદ કૃષિ યુનિવર્સિટીને અમેરિકા ખાતે’આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી છે.