સમગ્ર દેશમાં ૧લી ઓક્ટોબરે સવારના ૧૦ થી ૧૧ એક કલાકના સમયગાળા દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે નવો ઇતિહાસ રચાશે. ગુજરાત રાજ્ય પણ આ ઐતિહાસિક કલાકમાં હરહંમેશની જેમ પોતાનો સિંહફાળો આપશે, તેમ ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા સ્વચ્છ ભારત મિશનની જનભાગીદારી થકી ઐતિહાસિક ઉજવણી કરાશે.