વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢની મુલાકાતે હતા.જ્યા બસ્તરના જગદલપુરમાં તડોકી-રાયપુર રેલ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરનારમાં NMDC સ્ટીલ લિમિટેડના સ્ટીલ પ્લાન્ટ સહિત રૂ.26,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બસ્તરના જગદલપુરમાં દંતેશ્વરી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે”વિકસિત ભારતનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે દરેક રાજ્ય,દરેક જિલ્લા,દરેક ગામનો વિકાસ થશે. વિકસિત ભારત માટે ભૌતિક, ડિજિટલ અને સામાજિક માળખાગત સુવિધાઓ પણ હોવી જોઈએ.ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ રહો.” આ કારણે અમારી સરકારે આ વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનો ખર્ચ વધારીને રૂ. 10 લાખ કરોડ કર્યો છે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે,”રાજ્યમાં આજે ઘણા મોટા રેલ્વે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે,આઝાદીના આટલા વર્ષો પછી પણ તડોકીને રેલ્વે નકશામાં સ્થાન નથી મળ્યું,પરંતુ આજે તડોકીને નવી રેલ્વે લાઇનની ભેટ મળી રહી છે.આદિવાસી મિત્રોને મદદ કરશે.